ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 14, 2025 7:28 પી એમ(PM) | વિમાન દુર્ઘટના

printer

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી રહી છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી રહી છે.આ ઘટનાને લઈ ટંકરાના પડધરીના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણી સહિત તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
તો પ્રથમ જોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં દિવંગતોની આત્માની શાંતિ માટે મહામૃત્યુંજય મંત્ર જાપ સહિત શાંતિપાઠ અને પૂજા અર્ચના કરવામાં આવ્યા હતા.
તો બીજી તરફ ઇડરની પ્રયાગ કોલેજ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકો ઉપરાંત ત્યા વસવાટ કરતાં ઘણા પશુ પક્ષીઓનો પણ ભોગ લેવાયો છે તે તમામને વૃક્ષારોપણ થકી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
તો બીજી તરફ ભાવનગરની નંદ કુંવરબા મહિલા કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના અને એન.સી.સી. એર વિંગની વિધ્યાર્થીનીઓ દ્વારા મૃતકોની આત્માની શાંતિ માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.