જૂન 13, 2025 3:33 પી એમ(PM)

printer

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભૂતપુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટ ખાતે થશે

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ગઈકાલે અમદાવાદ વિમાન દૂર્ઘટનામાં અવસાન થયું છે. ત્યારે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ભાજપે કર્તવ્ય નિષ્ઠ કાર્યકર ગુમાવ્યા છે. તેમના અવસાનથી ભાજપને બહુ મોટી ખોટ પડી છે. તેઓ ખુબ સરળ સ્વભાવના હતા અને લોકોના હૃદયમાં વસ્યાં હતા. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભૂતપુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટ ખાતે થશે. સ્વર્ગસ્થ રૂપાણીનો પુત્ર ઋષભ આવતી કાલે સવારે 4 વાગ્યે સ્વદેશ પરત ફરે ત્યારબાદ તેમનાં DNA મેચ થયા બાદ સમગ્ર પરિવાર રાજકોટ આવશે.
અમદાવાદ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, આશરે ત્રણ દિવસ બાદ સ્વર્ગસ્થ રૂપાણીની અંતિમ વિધિ થવાની શક્યતા છે.
રાજકોટ જિલ્લાના અમારા પ્રતિનિધી જણાવે છે કે, સ્વર્ગસ્થ રૂપાણીનાં પત્ની અંજલીબેન બે દિવસ પહેલા જ લંડન ગયા હતા. વિમાન દુર્ઘટનાની જાણ થતાં તેઓ આજે સવારે અમદાવાદ પરત ફર્યા હતા.
રાજકોટમાં રહેતા 73 વર્ષના મુક્તાબેન બચુભાઈ ડાંગર અને વરિષ્ઠ એડવોકેટ નરસીભાઇ સગપરિયા પણ આ વિમાનમાં સવાર હતા. મૃતકોના પરિવારજનો ડીએનએ ટેસ્ટ સહિતની અન્ય કાર્યવાહી માટે અમદાવાદ પહોંચી ગયા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.