જૂન 29, 2025 8:50 એ એમ (AM)

printer

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં, DNA ટેસ્ટથી 254 અને ચહેરાથી ઓળખીને છ સહિત કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ પરિજનોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાના કુલ 260 મૃતકોના પાર્થિવ દેહ પરિવારજનોને સોપાયા હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. AI ફ્લાઇટ 171ના તમામ પેસેન્જરની ડીએનએ સેમ્પલની મદદથી ઓળખ થઈ અને તેમના મૃતદેહ સ્વજનોને સોંપાઈ ગયા છે. અત્યાર સુધીમાં DNA ટેસ્ટથી ૨૫૪ અને ચહેરાથી 6 એમ કુલ 260 મૃતકોની ઓળખ થઇ ચુકી છે. 254 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જેમાંથી 241 પેસેન્જર અને 13 નોન પેસેન્જર હોવાનું પણ મંત્રીએ જણાવ્યું હતું..આ દુર્ઘટનામાં 19 નોન પેસેન્જરના પાર્થિવ દેહ સોંપાયા જેમાં 13ની ઓળખ DNA રિપોર્ટથી અને 6 ની ઓળખ ચેહેરાથી કરાઈ.ઓળખાયેલા 260 મૃતકોમાં 181 ભારતના નાગરિક, 7 પોર્ટુગલના, 52 બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ 19 નોન પેસેન્જરનો સમાવેશ થાય છે.260 પાર્થિવ દેહમાંથી 31 હવાઇ માર્ગે અને 229 રોડ માર્ગે મોકલાયા છે.