અમદાવાદ વિમાન દુર્ઘટનાના ૧૭૭ મૃતકના ડીએનએ નમૂના મેચ થયા છે.જ્યારે 133 પાર્થિવ શરીર મૃતકોના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષસંઘવીએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી.અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે. દુર્ઘટનાના 62 મૃતકના અંતિમ સંસ્કાર અમદાવાદમાં કરાયા છે. જ્યારે આ ઘટનામાં જીવ ગુમાવનારા લંડન, વડોદરા, રાજસ્થાન મહારાષ્ટ્રના મૃતકોનાં સ્વજનોએ અમદાવાદમાં અંતિમ સંસ્કાર કરવાની ઈચ્છા દર્શાવી છે. આ કામ માટે કલેક્ટર કચેરી દ્વારા સરકારી કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે.ડીએનએ નમુના મેચીંગ પ્રક્રિયા માટે જે પરિવારજનો પોતે ઉપસ્થિત નથી રહી શકતા તેમના ઘરથી ડીએનએ નમૂના મેળવવા માટે યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
Site Admin | જૂન 18, 2025 11:29 એ એમ (AM)
અમદાવાદ વિમાન દુર્ઘટનાના 177 મૃતકોના ડી.એન.એ. મેચ થયા અને 133 પાર્થિવ શરીર સ્વજનોને સોંપાયા