જૂન 17, 2025 7:47 પી એમ(PM)

printer

અમદાવાદ વિમાન દુર્ઘટનાનાં 163 મૃતકોના DNA નમૂના મેચ થયા- 124 પાર્થિવ દેહ તેમનાં સ્વજનોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાનાં મૃતકોના DNA મેચિંગ માટે સેમ્પલિંગની કામગીરી પૂર્ણતાના આરે છે. અમદાવાદ સિવિલ હોસ્પીટલનાં સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 163 મૃતકોના DNA નમૂના મેચ થયા છે, જેમાંથી 124 મૃતદેહો તેમનાં સ્વજનોને સોંપવામાં આવ્યા છે. 39 મૃતદેહોમાંથી 21 આવતીકાલ સવાર સુધી સોંપી દેવાશે. 12 મૃતદેહો માટે મૃતકનાં પરિવારનાં સભ્યો બીજા સભ્યોની રાહ જોઈ રહ્યા છે.
દરમિયાન આ ઘટનાનાં થોડા દિવસ બાદ એર ઇન્ડિયાની અમદાવાદ-લંડન ગેટવિક ફલાઇટ નંબર એઆઇ- 159ને આજે રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટ બપોરે 1 વાગીને 10 મિનિટે ઉપડવાની હતી. એર ઇન્ડિયાએ એક યાદીમાં જણાવ્યું કે હવાઇ ક્ષેત્ર પર નિયંત્રણો અને વધારાની સલામતી તપાસને કારણે એરક્રાફ્ટ ઉપલબ્ધ ન હોવાથી ફ્લાઇટ રદ કરવામાં આવી છે.