જૂન 17, 2025 7:53 એ એમ (AM)

printer

અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોના 131 DNA નમૂના મેચ થયા. ગત મોડી રાત સુધીમાં 83 પાર્થિવ શરીર સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 131 મૃતકના DNA નમૂના મૅચ થયા છે. જ્યારે 83 પાર્થિવ શરીર મૃતકોના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. ગાંધીનગરમાં ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળા- FSLની ટીમ DNA મૅચ કરવા દિવસરાત કામ કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે ગાંધીનગર FSL કચેરીની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.