જૂન 20, 2025 7:25 પી એમ(PM)

printer

અમદાવાદ વિમાન દુર્ઘટનાનાં 231 મૃતકોનાં ડીએનએ નમૂના મેચ થયા, જેમાંથી 210 પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ સોંપવામાં આવ્યા

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધી 231 મૃતકોનાં ડીએનએ નમૂના મેચ થયા છે, જેમાંથી 210 પરિવારોને તેમના સ્વજનોના પાર્થિવ દેહ સોંપવામાં આવ્યા છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, બાકીનાં 21 મૃતદેહોમાંથી આઠ પરિવારો અન્ય સ્વજનોના ડીએનએ મેચ થવાની રાહ જોઈ રહ્યા છે, જ્યારે 10 મૃતદેહો લઈ જવા માટે પરિવારજનો સાથે વાતચીત ચાલી રહી છે. ત્રણ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થવાનું બાકી છે.
તેમણે જણાવ્યું કે, 16 મૃતદેહો વિમાન માર્ગે અને 194 મૃતદેહો રોડ માર્ગે લઈ જવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.