જૂન 20, 2025 8:38 એ એમ (AM)

printer

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 217 મૃતકોના DNA નમૂના મૅચ થયા, 199 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 217 મૃતકોના DNA નમૂના મૅચ થયા છે. જ્યારે અત્યાર સુધી 199 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી. તેમણે કહ્યું, બાકી રહેલા નશ્વર અવશેષો ટૂંક સમયમાં સોંપવામાં આવશે.સિવિલ હોસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ ગઈકાલે જણાવ્યું, અત્યાર સુધી જેમના પાર્થિવ શરીર સ્વજનોને સોંપાયા છે. તેમાં 149 ભારતીય, 32 બ્રિટિશ, સાત પોર્ટુગીઝ, એક કેનેડિયન અને નવ અન્ય સ્થાનિકોનો સમાવેશ થાય છે. જ્યારે 15 જેટલા પાર્થિવ દેહને હવાઈ માર્ગે, 183 જેટલા પાર્થિવ દેહને સડક માર્ગે તેમના નિવાસસ્થાને પહોંચાડાયા.આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા આજે ગાંધીનગરમાં પ્રાર્થના સભા યોજાશે. ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું, કોબામાં પક્ષના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે સાંજે ચાર-થી સાત વાગ્યા સુધી આ પ્રાર્થના સભા યોજાશે.