અમદાવાદ વિમાન દુર્ઘટનાના 215 મૃતકના DNA નમૂના મૅચ થયા છે. જ્યારે 198 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું કે 11 લોકો બીજા મૃતદેહ મળે તેની રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી જેના મૃતદેહ સ્વજનોને સોંપાયા છે તેમાં 142 ભારતીય, 32 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ, એક કેનેડિયન અને 7 અન્ય સ્થાનિકોનો સમાવેશ થાય છે. દરમિયાન, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે જણાવ્યું કે વિમાન દુર્ઘટના બનતા જ પોલીસ ત્વરિત બચાવ કામગીરીમાં જોડાઈ અને 11 કલાક કરતાં ઓછા સમયમાં મૃતકોના DNA નમૂના લઈ ગાંધીનગર ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળામાં પહોંચાડ્યા હતા.
Site Admin | જૂન 19, 2025 7:10 પી એમ(PM) | અમદાવાદ વિમાન દુર્ઘટનાના
અમદાવાદ વિમાન દુર્ઘટનાના 215 મૃતકોના DNA નમૂના મેચ થયા-198 પાર્થિવદેહ સ્વજનોને સોંપાયા
