અમદાવાદ વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ માટે સરકારે એક ઉચ્ચ સ્તરીય બહુપક્ષીય સમિતિની રચના કરી છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ માટે સરકારે એક ઉચ્ચ સ્તરીય બહુપક્ષીય સમિતિની રચના કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે આ સમિતિ આવી ઘટનાઓને રોકવા અને તેનો સામનો કરવા માટે જાહેર કરાયેલ વર્તમાન માનક સંચાલન પ્રક્રિયાઓ અને માર્ગદર્શિકાઓની તપાસ કરશે.
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે તપાસ ચાલુ છે. વિમાન છસો પચાસ ફૂટની ઊંચાઈએ ખરાબ થયું હતું અને પાયલોટે કટોકટીની જાણ કરી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય આ અકસ્માતના દરેક પાસાની તપાસ કરી રહ્યું છે. સમિતિને ત્રણ માસમાં સંપૂર્ણ અહેવાલ સોંપવા જણાવામાં આવ્યું છે.