જૂન 14, 2025 7:33 પી એમ(PM) | વિમાની દુર્ઘટના

printer

અમદાવાદ વિમાની દુર્ઘટના બાદ NDRF, CISF, અગ્નિશમન દળ સહિતની એજન્સીઓ બચાવ કામગીરીમાં જોડાઈ છે.

અમદાવાદ વિમાની દુર્ઘટના બાદ NDRF, CISF, અગ્નિશમન દળ સહિતની એજન્સીઓ બચાવ કામગીરીમાં જોડાઈ છે. જેમાં કાટમાળ દૂર કરવાની તેમજ મૃતદેહોની શોધખોળ કરવામાં આવી રહી છે. ત્યારે આજે વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. અગ્નિશમન દળ અને NDRFની ટીમ દ્વારા અતુલ્યમ હોસ્ટેલના પાછળના ભાગમાં ફસાયેલો વિમાનનો ભાગ કાપી અને યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. આ અંગે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેએ જણાવ્યું કે NDRF, CISF સહિતની ટીમોની મદદથી 30 લોકોના જીવ બચાવ્યા છે.
દરમિયાન, બીજે મેડિકલ કોલેજના મૂળ વલસાડ જિલ્લાના 10 જેટલા વિદ્યાર્થીઓ આજે માદરે વતન આવી પહોંચ્યા હતા. જેમાં પાટલી તાલુકાના રોહિણા ગામના યશ પટેલ સહિત જિલ્લાના 10 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ઘટના બની ત્યારે આ વિદ્યાર્થીઓ 25 મિનિટ પહેલા જ મેસમાંથી બહાર નીકળ્યા હતા અને તેમનાથી 300 મીટરના અંતરે આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.