અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. મળતી માહિતી અનુસાર, નડીયાદ બિલોદરા બ્રિજ પાસે એક કારનું ટાયર ફાટતા તે રસ્તાની બીજી બાજું જતાં ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. ત્યારબાદ કારમાં સવાર પાંચ લોકોમાંથી ત્રણ લોકોના મોત નીપજ્યા હતા.
અકસ્માતની જાણ થતાં નડીયાદ ગ્રામ્ય પોલીસ અને એક્સપ્રેસ રાજમાર્ગ પેટ્રોલિંગની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ મૃતદેહોને પૉસ્ટમોર્ટમ માટે સિવિલ હૉસ્પિટલ લઈ જવાયા હતા.
Site Admin | ડિસેમ્બર 4, 2024 3:32 પી એમ(PM)
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે મોત
