મુસાફરનો ગરમીમાં રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા લાલ દરવાજા બસ ટર્મિનલમાં મુસાફરો માટે કુલ બસ સ્ટોપ બનાવવામાં આવ્યા છે. આ બસ સ્ટોપથી તાપમાન 6 થી 7 ડિગ્રીજેટલું નીચું રહે છે. લાલ દરવાજા ટર્મીનસના પ્લેટફોર્મ ક્રમાંક 7 અને 8 પર ખસના પડદાં લગાવી ‘કુલ બસ સ્ટોપ’ બનાવવામાં આવ્યું છે. સૂકા ઘાસમાંથી બનેલા ખસના પડદાંનો ઉપયોગ કરીને બનાવેલા આ કુલ બસ સ્ટોપના કારણેબસ સ્ટોપમાં મુસાફરોને રાહત મળે છે.
Site Admin | માર્ચ 22, 2025 2:37 પી એમ(PM)
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા લાલ દરવાજા બસ ટર્મિનલમાં કુલ બસ સ્ટોપ બનાવાયા
