અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કાંકરિયા કાર્નિવલ–2025 દરમિયાન જાહેર આરોગ્ય સુરક્ષા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ અભિયાનના ભાગરૂપે કાંકરિયા કાર્નિવલ ખાતે આવેલા ફૂડ સ્ટોલમાંથી વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ મુજબ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, કાંકરિયા કાર્નિવલમાં આવનારા નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે માટે પ્રતિબદ્ધ છે અને આ પ્રકારની તપાસ આગળ પણ ચાલુ રહેશે.
Site Admin | ડિસેમ્બર 30, 2025 9:42 એ એમ (AM)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કાંકરિયા કાર્નિવલ–2025 દરમિયાન સુરક્ષા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી