એપ્રિલ 5, 2025 6:12 પી એમ(PM)

printer

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની કોમર્શિયલ તેમજ રહેણાંક મિલકતોની બહાર QR કોડ સાથેની પ્રોપર્ટી પ્લેટ લગાવવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની કોમર્શિયલ તેમજ રહેણાંક મિલકતોની બહાર QR કોડ સાથેની પ્રોપર્ટી પ્લેટ લગાવવા અંગેની વિચારણા હાથ ધરવામાં આવી છે. ક્યુઆર કોડ પ્રોપર્ટી પ્લેટ દ્વારા જે તે મિલકતાના માલિક ટેક્સ, સફાઈ,  ફાયર સેફ્ટી, મિલકતોની કાયદેસરતા જેવા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોની માહિતી મળશે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરમાં આવેલી મિલકતોનું GIS મેપિંગ થાય અને લોકોને તેમની પ્રાથમિક સુવિધાઓની ફરિયાદોથી લઈ અને તમામ જાણકારી મળી રહે તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં શહેરની તમામ મિલકતોનું ડ્રોન દ્વારા તેમજ જીઆઇએસ આધારીત મેપીંગ થશે નાગરિકોને આ ક્યુઆરકોડને સ્કેન કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનનેલગતી વિવિધ સેવાઓની ફરિયાદ કરી શકશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.