ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાત રાજ્ય પ્રમુખ મેહુલ શાહે જણાવ્યું કે, ગુરુવારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક નજીક ડોક્ટર્સ હોસ્ટેલ પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું જેમાં ચાર મેડિકલ વિદ્યાર્થીઓ અને એક ડોક્ટરની પત્નીનું મોત થયું હતું. તેમણે કહ્યું કે ઘાયલોને મદદ કરવા માટે સોથી વધુ ડોક્ટરો અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. શ્રી શાહે કહ્યું કે હોસ્ટેલ પરિસરમાં 45 થી વધુ મેડિકલ વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અકસ્માતમાં કોઈપણ પ્રકારની મદદ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઘણા અધિકારીઓના સંપર્કમાં છે.
Site Admin | જૂન 14, 2025 9:21 એ એમ (AM)
અમદાવાદ મેડિકલ એસોસિએશને વિમાની દુર્ઘટનામાં ચાર ડોક્ટર અને એક તબીબની પત્નીનું મોત થયાની પુષ્ટિ કરી