અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા તળાવ પાસે બેરલ માર્કેટમાં આવેલા મિલન ઓઇલસ પ્રાઇવેટ લિમિટેડ નામના ગોડાઉનમાંથી ફૂડ વિભાગની ટીમે શંકાસ્પદ પામોલીન અને સોયાબીન તેલનો જથ્થો જપ્ત કર્યો છે. કુલ 105 જેટલા ડબ્બાઓ જપ્ત કરી સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આ ઉપરાંત પાલડી વિસ્તારમાં આવેલા યશ્સ્વી બેવરજીસમાંથી સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ, નરોડા હંસપુરા રોડ ઉપર નરોડા બિઝનેસ હબ કોમ્પ્લેક્સમાં આવેલા બાબાદિપસિંહ રેસ્ટોરન્ટનું મલાઈ પનીર જમાલપુરના મિલન ઓઇલ ડેપોમાંથી જપ્ત કરવામાં આવેલ રિફાઇનરી સમોર પામોલીન તેલ અખાદ્ય નીકળ્યું હતું.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને ઇસ્કોન આંબલી રોડ ઉપર આવેલા TSF કેફેમાં ગ્રાહકને ડીશમાં જીવાત નીકળી હોવા અંગેની ફરિયાદ મળી હતી જેથી ફૂડ વિભાગની ટીમને ત્યાં તપાસ કરતા તેને સીલ કરવામાં આવી હતી જ્યારે બાપુનગર વિસ્તારમાં બદામી કોલસા મીલ કમ્પાઉન્ડમાં વેજીટેબલ ચટણી બનાવતા કારખાનામાં તપાસ કરતા ફૂડ લાઇસન્સ લેવામાં આવ્યું હતું જેથી તેને પણ સીલ કરવામાં આવ્યું છે.
15 એપ્રિલથી 26 એપ્રિલ સુધીમાં બેસન- ગોળના 36, કેરીનો રસ, શેરડીનો રસ, મેંગો મિલ્ક શેક, જ્યુસ વગેરેના 16, મસાલાના 14, દૂધ અને દૂધની બનાવટના 11, ઠંડા પીણા-બરફ ગોળાના 5, ખાદ્યતેલના 5 અને અન્ય 69 એમ કુલ 163 નમૂના લેવામાં આવ્યા છે. ફુડ વિભાગની ટીમ દ્વારા આ સમયગાળા દરમિયાન 916 જેટલા વિવિધ ખાદ્ય એકમોના તપાસી 349 નોટિસ આપવામાં આવી છે. 529 કિલો ગ્રામ અને 608 લીટર અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે. 2.35 લાખ રૂપિયાનો દંડ વસૂલાયો છે. 193 જેટલા ટીપીસી તપાસવામાં આવ્યા છે.
Site Admin | એપ્રિલ 27, 2025 7:05 એ એમ (AM)
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓ ઉપર તવાઇ. ભેળસેળયુક્ત ખાદ્ય તેલનો જથ્થો જપ્ત
