અમદાવાદ મહાનગર પાલિકાની સ્થાયી સમિતિએ શહેરના ત્રણ જૂના પુલના સમારકામ માટે 21 કરોડ 55 લાખ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટમાં ગાંધી બ્રિજ પર 38 સ્પાન, સરદાર બ્રિજ પર 48 અને પરિક્ષિતલાલ મજમુદાર બ્રિજ પર 3 સહિત 89 સ્પાન ઉપાડી માળખાકીય સ્થિરતા અને સલામતી સુધારવા માટે બેરિંગ્સ બદલવામાં આવશે. મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે આ શ્રેણીના કામ માટે કોઈ સક્રિય ટેન્ડર અસ્તિત્વમાં ન હોવાથી, હાલના એલિસ બ્રિજ કોન્ટ્રાક્ટરનો કાર્યક્ષેત્ર ત્રણ પુલોને સમાવવા માટે વિસ્તૃત કરાયું છે.
Site Admin | ઓક્ટોબર 23, 2025 11:04 એ એમ (AM)
અમદાવાદ મહાનગર પાલિકાની સ્થાયી સમિતિએ શહેરના ત્રણ જૂના પુલના સમારકામ માટે 21 કરોડ 55 લાખ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી આપી
