ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 5, 2024 9:58 એ એમ (AM) | Ahmedabad | Gujarat | newsupdate | topnews

printer

અમદાવાદ મહાનગર પાલિકાના ખોરાક વિભાગ દ્વારા માપદંડ ન અનુસરતા એકમો સામે તપાસ કરવામાં આવી

અમદાવાદ મહાનગર પાલિકાના ખોરાક વિભાગ દ્વારા માપદંડ ન અનુસરતા એકમો સામે તપાસ કરવામાં આવી છે..
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ગઈ કાલે અલગ અલગ કાફે, હોટલ, રેસ્ટોરાં અને અન્ય ખાદ્ય પદાર્થ વેચતા એકમો સામે સઘન તપાસણી ઝુંબેશ ચલાવવામાં આવી હતી જે અંતર્ગત 131 એકમોની તપાસ કરવામાં આવી હતી તેમજ 13 નમૂના તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં હતા.. આ ઉપરાંત 26 એકમોને નોટિસ ફટકારીને એક લાખ પંદર હજાર વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો..
આ ઉપરાંત જે એકમોના ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નિકળવાની ફરિયાદો મળી હતી ત્યાં તપાસ કરીને તેમને પણ નોટિસ આપવામાં આવી હતી..