ઓગસ્ટ 8, 2025 9:52 એ એમ (AM)

printer

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત ૧૯૯મા અર્બન ફોરેસ્ટ- ઓક્સિજન પાર્કની મુખ્યમંત્રી આજે ભેટ આપશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં પીપીપી ધોરણે ડેવલોપ કરવામાં આવેલા અર્બન ફોરેસ્ટ, ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરવામાં આવશે. આ અવસરે મુખ્યમંત્રી ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ પણ કરશે.લાંભા વોર્ડમાં ત્યાર થયેલા અર્બન ફોરેસ્ટ ચાર હજાર 464 ચોરસ મીટરમાં રૂપિયા 55 લાખના ખર્ચે આ ગાર્ડન ડેવલપ કરી તૈયાર કરવામાં આવ્યો છે. મિયાવાકી પદ્ધતિથી સાગ, ખેર, વાંસ, સીરસ, સીસુ, અર્જુન વિગેરે ઇન્ડીજીનસ પ્રકારનાં કુલ આઠ હજાર જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં 250 રનીંગ મીટર લંબાઇનો વોક-વે ત્યાર કરવામાં આવ્યો છે.મિશન ફોર મિલીયન ટ્રીઝ 2025 અંતર્ગત સમગ્ર શહેરમાં કુલ 40 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યો છે. જે પૈકી 6 ઓગસ્ટ 2025 સુધીમાં કુલ 26 લાખ 50 હજાર કરતાં વધુ વૃક્ષો રોપવામાં આવ્યા છે.