અમદાવાદ મહાનગરપાલિકા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા મકાન મળી રહે તે માટે 10 હજાર મકાનોનું નિર્માણ કરશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી સમયમાં પ્રધાનમંત્રી આવાસ 2.0 યોજના અંતર્ગત
LIG, EWS, તેમજ જૂના થઈ ગયેલા મકાનોને રી-ડેવલોપ કરી 10 હજારથી પણ વધુ મકાનોનું નિર્માણ કરશે.
જે અંગે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ કમિટીના ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું કે, એક હજાર 406 કરોડના ખર્ચે આ મકાનો તૈયાર કરવામાં આવશે.
Site Admin | ઓક્ટોબર 30, 2025 8:31 એ એમ (AM)
અમદાવાદ મહાનગરપાલિકા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા મકાન મળી રહે તે માટે 10 હજાર મકાનોનું નિર્માણ કરશે