અમદાવાદ મહાનગરપાલિકાની ગઈકાલે યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં વિવિધ વિકાસ કામની મંજૂરી આપવામાં આવી. તે અંતર્ગત પૂર્વ ઝોનનાં નિકોલ વોર્ડમાં ગોપાલ ચોકથી જીવનવાડી ડ્રેનેજ પંપીગ સ્ટેશન, ડ્રેનેજ લાઈન માટે રૂપિયા બે કરોડ 27 લાખના કામોને મંજૂરી આપવામાં આવી.આ ઉપરાંત શહેરનાં વિવિધ માર્ગ પર મશીન હૉલ કવર ફીટ કરવા સરવેની કામગીરી તેમ જ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સ્વસ્છતાની કામગીરી માટે રૂપિયા ચાર કરોડ 58 લાખ રૂપિયાની મંજૂરી આપવામાં આવી.
Site Admin | માર્ચ 14, 2025 7:11 પી એમ(PM)
અમદાવાદ મહાનગરપાલિકાની ગઈકાલે યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં વિવિધ વિકાસ કામની મંજૂરી આપવામાં આવી