ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

અમદાવાદ મનપા આયોજિત ફ્લાવર શૉના ફ્લાવર બુકેને ગિનિસ બૂક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું

અમદાવાદ મહાપાલિકા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરાયું છે. જેમાં 34 ફૂટ ઊંચા અને 18,000 થી વધારે પ્લાન્ટ ધરાવતા ફ્લાવર બુકે બનાવીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે.
સાબરમતી રિવરફ્રન્ટ પર દર વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોજાતા ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં લાખો લોકો મુલાકાત લેતા હોય છે. ગત વર્ષે સૌથી લાંબી ફ્લાવર વોલના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી હતી. ત્યાર બાદ ચાલુ વર્ષે વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે એ (સાઇઝના માપ દંડોને આધારે) માટે ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી શહેરના ડેપ્યુટી મેયર જતીન પટેલ દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો. જેમાં ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સૌથી મોટા ફ્લાવર બુકેનો વર્લ્ડ રેકોર્ડ અગાઉ યુનાઇટેડ આરબ એમિરેટસની અલ-એઇન મ્યુનિસિપાલિટી પાસે હતો. આ એવોર્ડ 7.7 મીટરના ફ્લાવર સ્ટ્રક્ચર માટે 18 ફેબ્રુઆરી 2024ના રોજ એનાયત કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોમાં 10.24 મીટર હાઇટ અને 10.84 મીટર ત્રિજ્યા છે. જેમાં 18700થી વધારે પ્લાન્ટ – રોપા લગાવવામાં આવ્યા છે. જેને ગિનિસ બુકમાં સ્થાન મેળવવા એપ્લાય કરવામાં આવ્યું હતું. ફ્લાવર બૂકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બૂકે તરીકે સ્થાન પ્રાપ્ત થયું છે.
ગઇકાલે 7 જાન્યુઆરી 2025ના રોજ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ દ્વારા શહેરના ડેપ્યુટી જતીન પટેલને આ એવોર્ડ આપવા આવ્યો હતો. જેમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, નેતા મ્યુનિ. શાસક પક્ષ ગૌરાંગ પ્રજાપતિ, દંડક મ્યુનિ. શાસક પક્ષ શીતલ ડાગા, રિક્રીએશનલ કમિટી ચેરમેન જયેશ ત્રિવેદી, ડે. ચેરમેન સ્નેહાકુમારી પરમાર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન ઉપસ્થિત રહ્યા હતા.