ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 3, 2024 9:55 એ એમ (AM) | રેલ

printer

અમદાવાદ-ભુજ વચ્ચે ચાલી રહેલી નમો ભારત રેપિડ રેલ ટ્રેનને મુસાફરો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

અમદાવાદ-ભુજ વચ્ચે ચાલી રહેલી નમો ભારત રેપિડ રેલ ટ્રેનને મુસાફરો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 16 સપ્ટેમ્બરનાં રોજ શરૂ થયેલી આ ટ્રેનમાં 30 નવેમ્બર સુધી એક લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે. આ દરમિયાન આ ટ્રેને 3 કરોડ 12 લાખ રૂપિયાની આવક કરી છે અને તેની ઓક્યુપન્સી પણ સતત વધી રહી છે.
સ્વદેશી ટેક્નોલોજીથી વિકસિત આ ટ્રેન 12 એર-કન્ડિશન્ડ કોચથી સજ્જ છે, જેમાં સેન્ટ્રલાઇઝ્ડ ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા, મોડ્યુલર ઈન્ટિરિયર, એલઈડી લાઈટિંગ, રૂટ મેપ ઈન્ડિકેટર્સ, સીસીટીવી, ફોન ચાર્જિંગ સહિતની સુવિધાઓ છે.
આ ટ્રેન બંને દિશાઓમાં સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ અને અંજાર સ્ટેશને ઉભી રહે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ