અમદાવાદ-બોરીવલી ઍક્સપ્રેસ ટ્રૅન આગામી 17 જાન્યુઆરી સુધી આંશિક રીતે રદ રહેશે. કાંદિવલી-બોરીવલી વિભાગ પર છઠ્ઠી લાઈનના કામને પૂર્ણ કરવા માટે 18 જાન્યુઆરી સુધી બ્લૉક લેવાયો છે. તેના કારણે આ ટ્રૅન આંશિક રદ રહેશે. અમદાવાદથી ઉપડનારી અમદાવાદ-બોરીવલી ઍક્સપ્રેસ વસઈ રોડ પર આગામી 17 તારીખ સુધી શૉર્ટ ટર્મિનેટ રહેશે.જ્યારે 18 જાન્યુઆરી સુધી બોરીવલીથી ઉપડનારી બોરીવલી-અમદાવાદ ઍક્સપ્રેસ વસઈ રોડથી શૉર્ટ ઑરિજિનેટ એટલે કે રવાના થશે. એટલે આ ટ્રૅન બોરીવલી અને વસઈ રોડ વચ્ચે આંશિક રદ રહેશે તેમ રેલવેની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
Site Admin | જાન્યુઆરી 1, 2026 4:31 પી એમ(PM)
અમદાવાદ-બોરીવલી ઍક્સપ્રેસ ટ્રૅન આગામી 17 જાન્યુઆરી સુધી આંશિક રીતે રદ રહેશે.