અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ગઇકાલે બપોર બાદ યોજાયેલા વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પલેક્ષના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, અમદાવાદ દેશની ખેલકૂદ રાજધાની, સ્પોર્ટ્સ કેપિટલ બનશે. તેમણે વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કરતાં કહ્યું કે, સૌથી વધુ લાંબુ સ્વિમીંગ કરનાર વીર સાવરકર છે.825 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓના આયોજન માટે સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ છે.
Site Admin | સપ્ટેમ્બર 15, 2025 12:28 પી એમ(PM)
અમદાવાદ દેશની ખેલકૂદ રાજધાની બનશે-કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
