ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 12, 2024 7:35 પી એમ(PM) | રાષ્ટ્રીય તપાસ એજન્સી

printer

અમદાવાદ જીલ્લાના સાણંદમાં મદરેસામાં કામ કરતા આદિલ નામના એક શંકાસ્પદ વ્યક્તિની રાષ્ટ્રીય તપાસ એજન્સી – એનઆઇએ એ અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી

અમદાવાદ જીલ્લાના સાણંદમાં મદરેસામાં કામ કરતા આદિલ નામના એક શંકાસ્પદ વ્યક્તિની રાષ્ટ્રીય તપાસ એજન્સી – એનઆઇએ એ અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. આતંકવાદી સંગઠન જૈશે – એ મોહંમદ સાથેના કનેકશનને લઇને શંકાસ્પદ વ્યક્તીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
મળતી માહીતી મુજબ આદિબ જૈશે – એ મોહંમદ નામના આતંકી સંગઠન સાથે જોડાયો હોવાની માહીતી એનાઇએ ને મળી હતી. જેના આધારે અમદાવાદ જીલ્લાની પોલીસની મદદ લઇને ગત મોડીરાત્રે તેની અટકાયત કરવામાં આવી છે. આદિલ ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા દેશવિરોધી કૃત્ય કરતા આતંકવાદી સંગઠન સાથે જોડાયો હોવાની માહીતી એનઆઇએ ને મળી હતી.