ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 16, 2024 4:30 પી એમ(PM) | મચ્છરજન્ય રોગો

printer

અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા મચ્છરજન્ય રોગોને નાથવા માટે AI આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી મચ્છર નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવશે

અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા મચ્છરજન્ય રોગોને નાથવા માટે AI આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી મચ્છર નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવશે. ડ્રોન દ્વારા મચ્છર ઉત્પતિ સાઈટ શોધીને તેનો નાશ કરાશે, જે માટે કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે.
તળાવ, મોટા ખાડાઓ, કચરાનું ડમ્પિંગ, સાઈડ રોડની ઓફસાઇડિંગ, ખુલ્લી ટાંકીઓ અને ખુલ્લા પાત્રો વગેરે સ્થળોએ મેલેરિયા, ફાઇલેરિયા, ડેન્ગ્યુના પરોપજીવી મચ્છરોની ઉત્પત્તિ થતી હોય છે. તેના નિયંત્રણ માટે આવા વિસ્તારનો ડ્રોનથી સર્વે કરી સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થળની વિગતવાર માહિતી ગ્રાઉન્ડ ટીમ અને ડ્રોન ટીમને ઓટોમેટિક મળી જશે. જ્યાં ગ્રાઉન્ડ ટીમ દ્વારા દવાનો છંટકાવ શક્ય ન હોય ત્યાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે.
આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા મલેરિયા અધિકારી જણાવે છે કે ઔદ્યોગિક એકમો અને રહેણાંક વિસ્તારમાં મચ્છર ઉત્પત્તિ સ્થળની સફાઈના સૂચનો આપ્યા બાદ પણ જો જરૂરી કામગીરી કરવામાં નહીં આવે તો એપિડેમિક એક્ટ મુજબ સરકારના ધારણ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.