અમદાવાદ જિલ્લા પંચાયતના આઈ. સી. ડી. એસ. વિભાગ દ્વારા વિરમગામના ભોજવા, દસક્રોઈ, નાંદેજ 2 અને માંડલના આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. સાતમા રાષ્ટ્રીય પોષણ માસ કાર્યક્રમ ઉજવણીમાં આઈસીડીએસ વિભાગના બાળ વિકાસ યોજના દ્વારા રાષ્ટ્રીય પોષણ અભિયાનની પાંચ થીમ આધારીત જાણકારી આપવામાં આવી હતી.વરસાદી સિઝનમાં સુપાચ્ય હોય તેવા સ્થાનિક ખોરાકને રોજિંદા જીવનમાં અપનાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ કૃષિ વિજ્ઞાનના નિષ્ણાંત દ્વારા લોકોને મિલેટના ફાયદા વિશે અને ઘરે જ કિચન ગાર્ડન બનાવવા અપીલ કરવામાં આવી હતી.આ પ્રસંગે રંગોળી નિદર્શન તેમજ સલાડ ડેકોરેશન અને વાનગી નિદર્શન કરી લોકોને પોષણના મહત્વની જાણકારી આપવામાં આવી. ઉપરાંત વર્કર બહેનો દ્વારા સ્વચ્છતાના પાંચ સ્ટેપની અભિનય દ્વારા પ્રસ્તુતી તેમજ કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યુ
હતું.
Site Admin | સપ્ટેમ્બર 7, 2024 3:31 પી એમ(PM)
અમદાવાદ જિલ્લા પંચાયતના આઈ. સી. ડી. એસ. વિભાગ દ્વારા વિરમગામના ભોજવા, દસક્રોઈ, નાંદેજ 2 અને માંડલના આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી
