જુલાઇ 22, 2025 2:46 પી એમ(PM)

printer

અમદાવાદ જિલ્લાના પ્રભારી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે ઈસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઈનનું લોકાર્પણ કર્યું.

અમદાવાદ જિલ્લાના પ્રભારી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 81 કરોડના ખર્ચે પૂર્વ ઝોન નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ વોર્ડ અને રામોલ- હાથીજણ વોર્ડને આવરી લેતી નવી નાખવામાં આવેલી ઈસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઈનનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે, આ ઈસ્ટર્ન ડ્રેનેજ ટ્રંક લાઈન થકી 5 લાખ લોકોને ડ્રેનેજ ઓવરફલોની સમસ્યામાંથી મુક્તિ મળી છે.