હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન પર છૂટી ફરાર થઈ ગયેલા અમદાવાદ ગ્રામ્યના કણભા વિસ્તારમાં થયેલી હત્યાના ત્રણેય આરોપીઓને નવસારી L.C.B. પોલીસે નાસિકથી ઝડપી પાડ્યા હતા,અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ મથકમાં 2021માં હાર્દિકભાઈ નામના યુવાનની પાલક માતાએ તેના મિત્રો દિનેશ, અનિલ અને સંજયને બોલાવી એકબીજાની મદદગારીથી હત્યા હતી.આ ચકચારી હત્યાના ગુનાના ત્રણેય આરોપીઓને સાબરમતી મધ્યસ્થ જેલમાં રાખઅયા હતા. આ ત્રણેય આરોપીઓ હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન પર બહાર આવ્યા હતા. ત્રણેય આરોપીઓ જામીન પુરા થયા બાદ ફરાર થયા હતા. આથી ત્રણેયને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.
Site Admin | ઓક્ટોબર 13, 2025 9:13 એ એમ (AM)
અમદાવાદ ગ્રામ્યમાં હત્યાના કેસમાં વચગાળાના જામીન લઈને ફરાર ત્રણ આરોપીઓને નવસારી એલસીબીએ નાસિકથી ઝડપ્યા