અમદાવાદ ગ્રામીણ ગુના શાખાએ વટામણ બગોદરા હાઇવે પરથી બે કરોડથી વધુનો વિદેશી માદક પીણાનો જથ્થો પકડી પાડ્યો છે. રાયપુર પાટિયા પાસે પોલીસના દરોડામાં આ જથ્થો પકડાયો છે. આ જથ્થો મોકલનાર રાજસ્થાનના ફતેહપુર સિકરીનો શખ્સ તેમજ આ મુદ્દામાલને લેનાર જામનગરનો એક શખ્સ બંને ફરાર છે જેની શોધખોળ ચાલુ છે.
બીજી તરફ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પોલીસે માંડવા ટોલપ્લાઝા નજીક વાહનમાંથી વિદેશી માદક પીણાની 12 હજાર 261 બોટલો સહિત કુલ 51 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખી સમગ્ર રાજ્યમાં હાલ પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે.
Site Admin | ડિસેમ્બર 9, 2025 7:07 પી એમ(PM)
અમદાવાદ ગુના શાખાએ વટામણ બગોદરા ધોરીમાર્ગ પરથી 2 કરોડથી વધુના માદક પીણાંનો જથ્થો પકડ્યો