અમદાવાદ-ગાંધીનગરમૅટ્રો કૉરિડોરમાં જૂના કોબા અને કોબા ગામ મૅટ્રો મથક આજથી કાર્યરત્ થશે. કોબાગામ મૅટ્રો મથક પરથી સચિવાલય તરફ પહેલી ટ્રૅન સવારે આઠ વાગ્યેને 32 મિનિટે ઉપડશે.જ્યારે APMC મથક તરફ જતી ટ્રૅન સવારે આઠ વાગ્યાને ચાર મિનિટે અનેગિફ્ટ સિટી તરફ જતી ટ્રૅન સવારે સાત વાગ્યેને 40 મિનિટે ઉપડશે.જ્યારે જૂનાકોબા મૅટ્રો મથકથી સચિવાલય તરફ જતી પહેલી ટ્રૅન સવારે આઠ વાગ્યેને 29 મિનિટે, APMC મથક તરફ જતી ટ્રૅન આઠ ને છ મિનિટે અને ગિફ્ટ સિટી તરફ જતી ટ્રૅન સાતને 38 મિનિટે ઉપડશે.
Site Admin | સપ્ટેમ્બર 28, 2025 10:00 એ એમ (AM)
અમદાવાદ-ગાંધીનગર મૅટ્રો કૉરિડોરમાં જૂના કોબા અને કોબા ગામ મૅટ્રો મથક આજથી કાર્યરત્ થશે