ડિસેમ્બર 29, 2025 10:13 એ એમ (AM)

printer

અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત મહાસંમેલનમાં મુખ્યમંત્રીએ સરદાર પટેલને રાષ્ટ્રસેવાના પ્રેરણા-પુરુષ લેખાવ્યાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજિત મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતાં. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, સરદાર પટેલ આપણા માટે માત્ર ઇતિહાસ-પુરુષ નહિ, પરંતુ સમાજસેવાથી રાષ્ટ્રસેવાની દિશા આપનારા પ્રેરણા-પુરુષ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે, ગૌરક્ષા અને કાયદો-વ્યવસ્થા અંગે વાત કરતા જણાવ્યું કે, ગુજરાત આજે ગૌહત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.મહાસંમેલન અંતર્ગત નવા ભાજપ પ્રદેશ પ્રમુખ તથા રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીઓનો અભિવાદન સમારંભ યોજાયો હતો.