જાન્યુઆરી 4, 2026 10:08 એ એમ (AM)

printer

અમદાવાદ ખાતેથી ‘ડિજિટલ ફૂડ કરન્સી’ના પાયલોટ પ્રોજેક્ટના પ્રૂફ ઑફ કોન્સેપ્ટનું લોન્ચિંગ

ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા રાજ્યની જાહેર વિતરણ પ્રણાલીને વધુ આધુનિક અને ટેકનોલોજી સભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે અમદાવાદમાં સાબરમતી ઝોનના રાણીપ ખાતે આવેલી સસ્તા અનાજની દુકાનથી ‘ડિજિટલ ફૂડ કરન્સી’ ના પાયલોટ પ્રોજેક્ટના પ્રૂફ ઑફ કોન્સેપ્ટનું સફળ લોન્ચિંગ કરાવ્યું હતું. ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના સહયોગથી આ ક્રાંતિકારી પહેલ હાથ ધરવામાં આવી છે. આ નવી રેશન વિતરણ પ્રણાલીમાં લાભાર્થીના મોબાઈલ ફોનમાં રિઝર્વ બેંક દ્વારા એક ડિજિટલ વોલેટ બનાવવામાં આવે છે, જેમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા દર મહિનાની પહેલી તારીખે અનાજ માટેની ડિજિટલ કુપન્સ જમા થઈ જાય છે. લાભાર્થી જ્યારે સસ્તા અનાજની દુકાને જાય છે, ત્યારે તેણે માત્ર દુકાનદારનો QR કોડ સ્કેન કરવાનો રહે છે અને તેની કુપન રિડીમ થઈ જાય છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.