પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવનિયુક્ત યુવાનોને 51 હજારથી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કરશે. તેઓ આ પ્રસંગે લોકોને સંબોધન પણ કરશે. આ કાર્યક્રમને અનુલક્ષીને આજે અમદાવાદના દિનેશહોલ ખાતે ગ્રાહક બાબતોના રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષ સાથે નિમણૂંક પત્રો એનાયતનો કાર્યક્રમ રાખેલો છે જેમાં સુશ્રી બાંભણીયા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગના નવા નિમણૂંકોને નિમણૂક પત્રો આપશે.
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં દેશ સહિત રાજ્યભરમાંથી પસંદ કરવામાં આવેલી નવી ભરતીઓ કેન્દ્ર સરકાર સાથે વિવિધ વિભાગોમાં જોડાશે, જેમાં મહેસૂલ વિભાગ, કર્મચારી અને જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, ગૃહ મંત્રાલય, પોસ્ટ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, રેલવે મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય સહિત અન્ય વિભાગોનો સમાવેશ થાય છે.
ફાઈલ ફોટો