ડિસેમ્બર 13, 2025 9:48 એ એમ (AM)

printer

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડ્ડયનોની સ્થિતિ ધીમેધીમે સામાન્ય બની રહી છે

અમદાવાદ એરપોર્ટ પરથી ઇન્ડિગોના ઇડ્ડયનોમાં અનિયમિતતાની સ્થિતિ સામાન્ય થઇ રહી છે. ગઇકાલે સાંજે ચાર વાગ્યા સુધીમાં તમામ ફ્લાઇટનું સમયસર ઉડ્ડયન થયું હતું. ગઇકાલે સાંજે ચાર વાગ્યા સુધીમાં એક પણ ફ્લાઇટ રદ થયા વિના 41નું આગમન અને 47 ફ્લાઇટે ઉડ્ડયન કર્યુ હતું.. અમદાવાદ એરપોર્ટ પર કોઇ અનિયમિતતા વિના કામકાજ ચાલી રહ્યું છે.