અમદાવાદ અને સુરતમાં ગેરકાયદેસર રહેતા 900થી વધુ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરાઇ છે. એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે. સુરત પોલીસ કમિશનરની કચેરી ખાતેથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ જિલ્લાના પોલીસ વડાઓ, રેન્જ વડા અને લૉ એન્ડ ઓર્ડર તેમજ આઈ.બીના ઉચ્ચ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલી બેઠક યોજીને આ અભિયાનને વધુ સઘન બનાવવા અને કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા.
આ બાંગ્લાદેશીઓ પૈકી મોટાભાગના લોકો બંગાળમાંથી બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં વસવાટ કરતા હતા. તે અંગે બારીક તપાસ જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે ચલાવવામાં આવી રહી છે.