જાન્યુઆરી 7, 2026 7:00 પી એમ(PM)

printer

અમદાવાદ અને સુરતમાંથી કેફી પદાર્થ સાથે ચાર લોકોની ધરપકડ.

સુરત S.O.G પોલીસે કેફી પદાર્થ સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે. પુણા વિસ્તારમાં ચાલતી એક પ્રયોગશાળામાંથી આ ત્રણેય લોકો કેફી પદાર્થનું વેચાણ કરતા હતા. SOGએ તમામ સામાન કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું SOGના DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું.
બીજી તરફ, અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી 504 ગ્રામ કેફી પદાર્થ સાથે તેની હેરાફેરી કરનારા એક વ્યક્તિ પકડાયો છે. ઝૉન સાત LCB અને વેજલપુર પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી હતી. જુહાપુરાના એક ફ્લેટ પાસે ઉભેલી કારમાંથી વ્યક્તિ પકડાયો હોવાનું ઝોન સાતના DCP શિવમ વર્માએ જણાવ્યું

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.