ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 19, 2025 9:07 એ એમ (AM)

printer

અમદાવાદ અને રાજકોટમાં નવરાત્રી દરમિયાન રાત્રીના બાર વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાનું જાહેરનામું પ્રસિધ્ધ

અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરમાં નવરાત્રી દરમિયાન રાત્રે 12 વાગ્યા પછી માઇક તથા લાઉડ સ્પીકર ચાલુ ન રાખવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે.આ અંગે અમદાવાદ અને રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા જાહેર હુકમ ફરમાવવામાં આવ્યો છે. જે અંતર્ગત 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન રાત્રીના 12 વાગ્યા બાદ નવરાત્રી તથા દશેરાનાં દિવસે ખાનગી કે જાહેર સ્થળે માઇક તથા લાઉડ સ્પીકર ચાલુ રાખી શકાશે નહી. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.