અમદાવાદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશનો બીજો તબક્કો હાલ ચાલી રહ્યો છે. ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજે- આવતીકાલે તેમજ તારીખ ૩, ૪ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી જિલ્લાનાં તમામ પાંચ હજાર ૫૨૪ મતદાન મથકો પર વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત, અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ ૨૧ વિધાનસભા મતવિસ્તારોમાં વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે મતદારનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં નથી અથવા તો વિગતમાં કોઈ સુધારો જરૂરી છે, તો આ ખાસ કેમ્પ દરેક મતદાર માટે મહત્ત્વની તક છે.
જ્યારે અરવલ્લી જિલ્લામાં આજે અને આવતીકાલે એમ બે દિવસ સુધી આ કેમ્પ વિવિધ મતદાન બૂથ ખાતે શરૂ કરાયો છે, જેમાં એસ.આઈ.આર. અંતર્ગત દાવા અને વાંધા રજૂ કરવા માટે ખાસ કેમ્પ યોજવામાં આવ્યો છે. સાથે જ નવા નામ દાખલ કરવા, નામ કમી કરવા, સુધારા-વધારા કરવા માટે મતદારોને અપીલ કરવામાં આવી હતી.
Site Admin | ડિસેમ્બર 27, 2025 7:08 પી એમ(PM)
અમદાવાદ અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં ખાસ મતદાર સુધારણા અંતર્ગત વિશેષ કેમ્પ યોજાયો