નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન ખાતે 34મી જી.વી. માવલંકર શૂટિંગ સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યું.13 નવેમ્બર સુધી યોજાનારી આ રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરના 4 હજાર 600થી વધુ શૂટરો ભાગ લેશે. જેમાં જમ્મુ-કાશ્મીરથી લઈને અંદમાન-નિકોબાર સુધી અને ગુજરાતથી લઈ મણિપુર સુધીના ખેલાડીઓ હશે. આ સ્પર્ધામાં 10 મીટર, 25 મીટર અને 50 મીટર પિસ્ટલ સ્પર્ધાનો સમાવેશ કરાયો છે.શ્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું કે, આજે ગુજરાત ખેલકૂદ ક્ષેત્રે દેશભરના ખેલાડીઓના સપના સાકાર કરવા સજ્જ થઈ રહ્યું છે, કેન્દ્ર સરકારના સહયોગથી ગુજરાતમાં સ્પોર્ટ્સ ક્ષેત્રે અનેક સુવિધાઓનું નિર્માણ થયું છે. આ સ્પર્ધાની શરૂઆત નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) દ્વારા 1991માં કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે અમદાવાદ 10મી વાર આ ચેમ્પિયનશિપની યજમાની કરી રહ્યું છે.
Site Admin | નવેમ્બર 1, 2025 8:28 એ એમ (AM)
અમદાવાદમાં 34મી જી.વી માવલંકર શૂટિંગ સ્પર્ધાનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ધાટન