સંચાર મંત્રાલય હેઠળના રાજ્યના ગુજરાત કન્ટ્રોલર ઓફ કમ્યુનિકેશન ઍકાઉન્ટ્સ વિભાગ – CCA દ્વારા અમદાવાદના પાલડીમાં હયાતીના દાખલાનું ડિજિટલ પ્રમાણપત્ર – DLC કેમ્પ યોજાયો.
CCA કચેરી દ્વારા યોજાયેલી મહા શિબિરમાં સંચાર મંત્રાલય, કર્મચારી મંત્રાલય, સંરક્ષણ, રેલવે, આવકવેરા અને અન્ય કેન્દ્ર સરકારના અંદાજે એક હજાર જેટલા પેન્શનધારક જોડાયા હતા.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિતિ પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગના સચિવ વી. શ્રીનિવાસને આ ઝૂંબેશને પેન્શનધારકો માટે ભારતની સૌથી મોટી પહેલ ગણાવી.
Site Admin | નવેમ્બર 4, 2025 8:26 પી એમ(PM)
અમદાવાદમાં હયાતીના દાખલાના ડિજિટલ પ્રમાણપત્ર માટેના કેમ્પમાં કેન્દ્ર સરકારના એક હજાર જેટલા પેન્શનધારક જોડાયા