અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરાયું હતું. ગઇકાલે શહેરના વિવિધ ધાર્મિક સ્થાનો અને બીઆરટીએસ, એએમટીએસ બસ સ્ટોપ સહિતના જાહેર સ્થળોએ આ સફાઇ અભિયાન હાથ ધરાયું હતું. મનપા, સામાજિક અને સેવા ભાવી સંસ્થાઓ અને સામાજિક કાર્યકરોના સંયુક્ત ઉપક્રમે આ અભિયાન હાથ ધરાયું હતું. 456 જેટલા માર્ગો, 256 જેટલા માર્કેટ એરિયા, 272 રહેણાંક વિસ્તા અને 273 જેટલા વાણિજિક વિસ્તારોની સફાઇ કરાઇ હતી.
Site Admin | સપ્ટેમ્બર 29, 2025 10:21 એ એમ (AM)
અમદાવાદમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ધાર્મિક સ્થળો સહિતના જાહેર માર્ગો ઉપર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું