અમદાવાદમાં સાબરમતી નદી પર મહાનગરપાલિકાના દ્વારા સૌપ્રથમ રબર કમ બેરેજ બ્રિજ બનાવાઇ રહ્યો છે. આ બ્રિજ દ્વારા સાબરમતીથી સદર બજાર થઈને સીધા એરપોર્ટ જઈ શકાશે. સાબરમતી ટોરેન્ટ પાવર પહેલા રથી એપાર્મેન્ટ નજીક ટોરેન્ટ પાવરની જગ્યામાંથી નવો રસ્તો સીધો સાબરમતી નદી તરફ ખોલીને આ બ્રિજ સાથે જોડાણ કરવામાં આવ્યું છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં 10 હજાર ચોરસ મીટરથી વધુની ટોરેન્ટ પાવરની જગ્યાને કોર્પોરેશન દ્વારા લેવાની મંજૂરી આપવામાં આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન ટોરેન્ટ પાવરને વળતર પેટે FSI, TDR અથવા પ્લોટ આપશે. આ બ્રિજ બનવાના કારણે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના લોકોને લાભ થશે. સ્ટેન્ડિંગ કમિટીના દેવાંગ દાણીએ જણાવ્યું કે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફેઝ-2 અંતર્ગત પશ્ચિમ કાંઠે અચેરથી પૂર્વ કાંઠે કેમ્પ સદર બજાર વચ્ચે સિક્સ લેનનો બેરેજ કમ બ્રિજ બને છે, જે 1047 મીટર લાંબો છે. બંન્ને બાજુએ મુખ્ય બ્રિજ સુધી કનેક્ટ કરતા પૂર્વ તેમજ પશ્ચિમ કાંઠે રિવરફ્રન્ટ રોડમાંથી એપ્રોચ બ્રિજ બનાવવામાં આવશે.
Site Admin | માર્ચ 13, 2025 7:28 પી એમ(PM)
અમદાવાદમાં સાબરમતી નદી પર મહાનગરપાલિકાના દ્વારા સૌપ્રથમ રબર કમ બેરેજ બ્રિજ બનાવાઇ રહ્યો છે.