પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સત્તાનું સુકાન સંભાળ્યું તેને 24 વર્ષ પૂર્ણ થયા છે. તેને લઈ વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શ્રી મોદીના કાર્યકાળમાં ગુજરાતને સાબરમતી રિવરફ્રન્ટ તરીકે નવું નજરાણું મળ્યું છે. તે આજે પ્રતિકાત્મક સ્થળ તરીકે ઊભરી આવ્યું છે. શ્રી મોદીના નેતૃત્વમાં વર્ષ 2005થી 2012 દરમિયાન આ યોજના કાર્યાન્વિત થતાં અમદાવાદમાં દેશનો સૌપ્રથમ રિવરફ્રન્ટ તૈયાર થયો. આજે દર મહિને દેશ વિદેશથી લાખો લોકો રિવરફ્રન્ટની મુલાકાતે આવી રહ્યા છે.
અમદાવાદમાં તૈયાર થયેલા દેશના સૌપ્રથમ રિવરફ્રન્ટ પર એક પછી એક અનેક નવા આકર્ષણ ઉમેરાયા છે. તે સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનું કેન્દ્ર બની રહ્યું છે. એક તરફ સુંદર બાગ-બગીચા અને બીજી તરફ રમતગમત સંકુલ બનાવાયું છે. એટલે દરેક વયના લોકો માટે રિવરફ્રન્ટ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. હવે રિવરફ્રન્ટ પરિયોજનાના બીજા તબક્કા હેઠળ નદીની બંને તરફ ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધીના સરેરાશ પાંચ પૂર્ણાંક 50 કિલોમીટરની નદીની લંબાઈમાં પણ વિકાસ કરાશે. સાથે જ નદી પર પૂર્વ વિસ્તારમાં રાજ્યનો સૌપ્રથમ રબર બેરેજ કમ બ્રિજ પણ સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા તૈયાર કરાશે.
Site Admin | ઓક્ટોબર 8, 2025 7:30 પી એમ(PM)
અમદાવાદમાં રિવરફ્રન્ટ પરિયોજનાના બીજા તબક્કા હેઠળ સાબરમતી નદી પર રાજ્યનો સૌપ્રથમ રબર બેરેજ કમ બ્રિજ બનાવાશે