ઇન્ડિયન પ્રીમિયર લીગ- I.P.L. ટી-20 ક્રિકેટમાં ગઈકાલે ગુજરાત ટાઈટન્સે દિલ્હી કૅપિટલ્સને સાત વિકેટથી પરાજય આપ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં દિલ્હી કૅપિટલ્સે ગુજરાત ટાઈટન્સને જીતવા 204 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ગુજરાતે 19 ઑવર બે બૉલમાં ત્રણ વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ગુજરાત માટે જૉસ બટલરે 54 બૉલમાં સૌથી વધુ અણનમ 97 રન બનાવતા તેમને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયા હતા.
Site Admin | એપ્રિલ 20, 2025 10:07 એ એમ (AM)
અમદાવાદમાં રમાયેલી I.P.L.માં ગુજરાત ટાઈટન્સે દિલ્હી કૅપિટલ્સને સાત વિકેટથી પરાજય આપ્યો
