ડિસેમ્બર 20, 2025 8:24 એ એમ (AM)

printer

અમદાવાદમાં રમાયેલી છેલ્લી ટી-20 મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતે શ્રેણી જીતી

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પાંચમી અને અંતિમ ટી-20 મેચમાં ભારતનો 30 રને વિજય થયો હતો. આ વિજય સાથે જ ભારેત શ્રેણી 3-1થી જીતી લીધી હતી.
ગઇકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને બેટીંગ આપી હતી. 16 બોલમાં અડધી સદી ફટકારીને હાર્દિક પંડ્યાએ ઝંઝાવાતી બેટિંગનો પરિચય આપ્યો હતો .
ભારતના 231 રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 201 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. હાર્દિક પંડ્યાને મેન ઓફ ધ મેચ જ્યારે વરૂણને પ્લેયર ઓફ ધ સિરિઝનો એવોર્ડ એનાયત થયો હતો.