આગામી 17 સપ્ટેમ્બર 2025ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા ખાતે ઇતિહાસ રચાવાનો છે. અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ (ABTYP) દ્વારા આયોજિત “રક્તદાન અમૃત મહોત્સવ 2.0” અંતર્ગત વિશ્વનું સૌથી મોટું મેગા રક્તદાન કેમ્પ યોજાશે. દેશભરના કેમ્પનું વર્ચુઅલ ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે. અમદાવાદના મુખ્ય કેમ્પમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી તથા અભિનેતા વિવેક ઓબેરોયની ઉપસ્થિતિ રહેવાની સંભાવના છે.
આ અભિયાનનો ઉદ્દેશ એક જ દિવસમાં 3 લાખ યુનિટ રક્ત એકત્ર કરવાનો છે. ભારતભરમાં અને 75થી વધુ દેશોમાં 7,500થી વધુ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ કેમ્પમાં 75,000 યુવાનો, 4,000 રક્ત બેંક, 5,000 ડોક્ટર, 25,000 ટેકનિશિયન અને 1 લાખથી વધુ સ્વયંસેવકો સહભાગી થશે. આ અભિયાન નેપાળ, શ્રીલંકા, દુબઈ, ઓસ્ટ્રેલિયા, યુકે જેવા દેશોમાં પણ યોજાશે.
17 સપ્ટેમ્બરની પૂર્વસંધ્યાએ દેશભરમાં સાયક્લોથોન, મેરેથોન તથા વોકાથેન યોજાશે. કોલેજ કેમ્પસમાં પ્રેરક કાર્યક્રમો, CSR સહાય સાથે પ્રચાર-પ્રસાર, સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સ, પોસ્ટર અને રેલીઓ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
આભિયાન સેવા, એકતા અને જીવપ્રેમનો સંદેશ આપશે. રાજ્યનાના નાગરિકો માટે આ ઐતિહાસિક કેમ્પમાં જોડાઈ ઇતિહાસ રચવાનો સુવર્ણ અવસર છે.
Site Admin | સપ્ટેમ્બર 15, 2025 3:59 પી એમ(PM)
અમદાવાદમાં યોજાશે વિશ્વનો સૌથી મોટો- મેગા રક્તદાન કેમ્પ…
