ડિસેમ્બર 2, 2025 9:46 એ એમ (AM)

printer

અમદાવાદમાં યોજાયેલી ગુજરાત ઓપન ઈ-સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપના છ ટાઇટલમાં વિજેતાઓને રોકડ ઇનામ અપાયું

ગુજરાતની પ્રીમિયર ઈ-સ્પોર્ટ્સ સ્પર્ધાઓમાંની એક, ગુજરાત ઈ-સ્પોર્ટ્સ ઓપન ચેમ્પિયનશિપ ૨૦૨૫ની ગ્રાન્ડ ફાઇનલ અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે યોજાઇ હતી.આ ચૅમ્પિયનશિપનો 19 ઓક્ટોબરના રોજ ઓનલાઈન નોંધણી તબક્કાની સાથે પ્રારંભ થયો હતો. જેમાં ગુજરાતમાંથી બે હજાર ૩૨૮ ખેલાડીઓએ નોંધણી કરાવી હતી. જેમાં છ ગેમ ટાઇટલમાં ભાગ લીધો હતો, ઓનલાઈન રાઉન્ડ, ક્વાર્ટર ફાઇનલ અને સેમિફાઇનલ સહિતની કઠોર ક્વોલિફિકેશન પ્રક્રિયાને અનુસરીને, કુલ 120 ટોચના ફાઇનલિસ્ટોએ LAN ફાઇનલ્સમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું.છ ટાઇટલમાં વિજેતા તમામ ચેમ્પિયનનું સન્માન કરીને 3 લાખનું સંચિત રોકડ ઇનામ એનાયત કર્યું હતું. આ પ્રસંગે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએસનના પ્રમુખ ગગન નારંગે કહ્યું હતું કે આવી સ્પર્ધાઓ ઇ સ્પોર્ટસને પ્રોત્સાહિત કરે છે.